વૃધ્ધ સહાય યોજના 2023 : Vrudh Sahay Yojana

Vrudh Sahay Yojana : ગુજરાત સરકાર દ્વારા અનેક યોજના રાજ્ય ના આર્થીક રીતે નબળા અને નિરાધાર લોકો માટે જાહેર કરવામાં આવે છે જે યોજના નો લાભ લઈ શકે છે. ઘણી વાર આવી યોજના જરુરીયાત વાળા લોકો સુધી પહોચી ના શકવાના લીધે લોકો આવા અનેક સરકારી લાભો થી વાંચીત રહી જતાં હોય છે.જેથી અહી સરકાર ની તમામ યોજના વિષે સરળ ભાષામાં સમજણ આપવામાં આવે છે અને જરૂરી ફોર્મ અને નિયમો પણ આ જ પોસ્ટ માં પીડીએફ સ્વરૂપે આપવામાં આવે છે.આજે આપણે Vrudh Sahay Yojana વિષે સંપૂર્ણ માહિતી મેળવીશું.

યોજના અંગે વિડીયો જોવા માટે અહી ક્લિક કરો

Vrudh Sahay Yojana 2023

આ યોજના ગુજરાત ના તમામ કે જેઓ ની ઉમર 60 વર્ષ થી વધારે હોય તો જરૂરી લાયકાત સાથે આ યોજના માટે અરજી કરી શકે છે.આ યોજના ને ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્સન યોજના તરીકે ઓળખવામાં આવે છે.વૃધ્ધ સહાય યોજના દ્વારા સરકાર લાભાર્થી ને માસીક પેન્સન ના રૂપે નાણાકીય સહાય ચૂકવે છે.આ સહાય વૃધ્ધો ને દર માસે તેમના બેન્ક ખાતા માં ઓનલાઈન DBT ના માધ્યમ થી જમા કરવામાં આવે છે.આ સહાય જે વૃધ્ધો ની ઉમર ૬૦ વર્ષ કરતાં વધુ હોય તેઓને માસીક ૧૦૦૦/- થી ૧૨૫૦/- સુધી ચૂકવવામાં આવે છે.

યોજના ની સફળતા

હાલ આ યોજના થી અનેક લોકો પોતાનું નિર્વાહ કરી રહ્યા છે.આ યોજના હેઠળ મળનાર નાની રકમ અનેક વૃધ્ધો ને ખૂબ જ ઉપયોગી સાબીત થઈ રહી છે.જો આપ પણ આ યોજના નો લાભ લેવા માંગતા હોય તો આ લેખ આપના માટે ખૂબ ઉપયોગી સાબીત થશે.

યોજના નો લાભ લેવા માટે જરૂરી લાયકાત

નીચે આપેલ લાયકાત ધરાવનાર તમામ વૃધ્ધો આ યોજના નો લાભ મેળવી શકે છે.

 1. ઉમર 60 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ
 2. ગુજરાત રાજ્ય ના રહેવાશી હોવા જોઈએ
 3. અન્ય સરકારી પેન્સન મેળવાતા ના હોવા જોઈએ
 4. અરજી કરનાર નો બીપીએલ યાદી માં 0 થી 20 સુધી ના સ્કોર માં સમાવેશ થયેલ હોવો જોઈએ

ગુજરાત ના તમામ માર્કેટિંગ યાર્ડ ના આજ ના તાજા બજાર ભાવ જોવા માટે ક્લિક કરો

યોજના નો લાભ લેવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

 • ઉમર ના આધાર પુરાવા માટે – જન્મ નો દાખલો અથવા સ્કૂલ લીવીંગ સર્ટી અથવા સિવિલ સર્જન ડોક્ટર નું ઉમર અંગે નું પ્રમાણપત્ર
 • બીપીએલ માં સમાવેશ અંગે – ગ્રામ પંચાયત /નગર પંચાયત અથવા તાલુકા પંચાયત નો બીપીએલ દાખલો
 • બેન્ક ખાતું / ચેક
 • આધાર કાર્ડ
 • રેશન કાર્ડ

અરજી ક્યાં કરવી

 • જો શહેરી વિસ્તાર ના રહેવાશી હોવ તો આપના તાલુકા ની મામલતદાર કચેરી ખાતે અરજી કરી શકો છો
 • જો આપ ગ્રામ્ય વિસ્તાર ના રહેવાશી હોય તો આપની ગ્રામ પંચાયત ખાતે અરજી કરી શકો છો

અરજી કેવી રીતે કરવી

ઉપર જણાવ્યા મુજબ ના ડૉક્યુમેન્ટ જોડી અને ફોર્મ ભરી આપની અરજી ઉપર જણાવ્યા મુજબ ની કચેરી એ જમા કરાવવાની હોય છે.

અરજી મંજૂર કે ના- મંજૂર થઈ તે ખબર કઈ રીતે પડે છે

 • મંજૂર : – જો આપની અરજી મંજૂર થયેલ હશે તો આપની ટપાલ અને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે અને અરજી મંજૂર થયા ના થોડા જ દિવશો માં આપના બેન્ક ખાતા માં સહાય જમા થવાનું શરૂ થઈ જશે
 • ના- મંજૂર : – જો આપની અરજી ના – મંજૂર થયે હશે તો પણ આપણે ટપાલ દ્વારા જાણ કરવામાં આવશે અને જો આપની અરજી યોગ્ય કારણો વગર નામજૂર થયેલ હોય આપ પ્રાંત અધિકારી ની કચેરી ખાતે આ બાબતે અપીલ પણ કરી શકો છો.

કેટલા રૂપિયા સહાય મળે છે

આ યોજના ના લાભાર્થી ને દર માસે રૂપિયા 1250/- ની સહાય મળે છે જે તેના બેન્ક ખાતા માં જમા થાય છે.

અરજી મંજૂર થયા બાદ કોઈ પ્રક્રિયા કરવાની હોય છે ?

ના , અરજી મંજૂર થયા બાદ આપણે કોઈ પ્રક્રિયા કરવાની થતી નથી પરંતુ જ્યારે પણ કચેરી દ્વારા હયાતી અંગે ની ખરાઈ કરવામાં આવે ત્યારે આપણે જરૂરી પ્રક્રિયા કરવાની હોય છે.

યોજના એક નજરે

યોજના નું નામ વૃદ્ધ સહાય યોજના
મળવા પાત્ર સહાય માસીક 1250/- રૂપિયા
લાયકાત 60 વર્ષ થી વધુ ઉમરના વ્રુધ્ધ
વિશેષ લાયકાત બીપીએલ 0 થી 20 સ્કોર માં સમાવેશ

ફોર્મ અને ગાઈડલાઇન ડાઉનલોડ કરો

અરજી ફોર્મ ડાઉનલોડ ક્લિક કરો
ગાઈડલાઇન ડાઉનલોડ ક્લિક કરો
હોમ પેજ ક્લિક કરો

Vrudh Sahay Yojana : niradhar vrudh sahay yojana : vrudha sahay : gujarat Vrudh Sahay Yojana

Vrudh Sahay Yojana

Leave a Comment